એક વાદળ ની વાત માં આવીને , મારી વસંત રહી ગયી,
ભીંજાયું મન એવું એની આંખમાં, કે મારી વસંત રહી ગયી ,
ભૂલ્યો કેસુડાં નો રંગ માણી રાતરાણી નો સંગ, ને મારી વસંત રહી ગયી ,
ઘનઘોર થયું મન મારું ,ને મારી વસંત રહી ગયી ,
વરસ્યું એ વાદળ અપાર , ને મારી વસંત રહી ગયી ,
સમજુ હૂં એને એ પેહલા , મારી વસંત રહી ગયી,
ના આવ્યો ઉનાળો , ના પાક્યો અંબો ,
તોય ના જાણે કેમ નાં સુજ્હ્યું મને , કે મારી વસંત રહી ગયી ,
વહી ગયાં નીર ને નાં બાંધી પાળ , ત્યારે સુજ્હ્યું કે મારી વસંત રહી ગયી.
No comments:
Post a Comment