Sunday, March 15, 2015

મારી વસંત રહી ગયી!!

એક વાદળ ની વાત માં આવીને , મારી વસંત રહી ગયી,
ભીંજાયું મન એવું એની આંખમાં, કે મારી વસંત રહી ગયી ,
ભૂલ્યો કેસુડાં નો રંગ માણી રાતરાણી નો સંગ, ને મારી વસંત રહી ગયી ,
ઘનઘોર થયું મન મારું ,ને મારી વસંત રહી ગયી ,
વરસ્યું  એ વાદળ અપાર , ને મારી વસંત રહી ગયી ,
સમજુ  હૂં એને એ પેહલા , મારી વસંત રહી ગયી,
ના આવ્યો ઉનાળો , ના પાક્યો અંબો ,
તોય ના જાણે કેમ નાં સુજ્હ્યું મને , કે મારી વસંત રહી ગયી , 
વહી ગયાં નીર ને નાં બાંધી પાળ ,  ત્યારે સુજ્હ્યું કે મારી વસંત રહી ગયી.